ટંકારાના પૂર અસરગ્રસ્તોને ચેક સહાયના બદલે કેશ સહાય કરો

મોરબીના ટંકારા તાલુકામાં અતિવૃષ્ટિને કારણે લોકોને નુકશાનીનો સામનો કરવો પડ્યો છે. આ બાબતે તંત્રએ ચેક સહાય કરી છે. ચેક સહાયના બદલે કેશ સહાય કરવામાં આવે તો અસરગ્રસ્તોને પૈસા ઉપયોગી બને એવી માંગ કોંગ્રેસે કરી છે. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય મંત્રી કાંતિલાલ બાવરવાએ કલેકટરને રજુઆત કરી હતી કે, અસરગ્રસ્તોમાથી કેટલાક લોકોને બેંકમાં ખાતું નથી અને અગત્યના દસ્તાવેજ પણ પાણીમાં તણાઈ ગયા છે. જેથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી કેશ નાણાં ચૂકવવા જોઈએ. જરૂરીયાતના સમયે રોકડ નાણાં ઉપયોગી બનતા હોવાથી કેશ ચૂકવવા જોઈએ.
Comments
Loading...
WhatsApp chat