ખેડૂતોને ભોગવી પડતી હાલાકીને વાચા આપવા કોંગ્રેસે રેલી કાઢી,આવેદન આપ્યું

મોરબી જીલ્લાના ખેડૂતોને સ્પર્શતા પ્રશ્નો જેવા કે ટંકારા તાલુકામાં અતિવૃષ્ટિથી જમીનનું ધોવાણ, ખેતનીપજના પોષણક્ષમ ભાવો, પાક વીમો તેમજ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ખેતીની જમીન માપણીમાં વિસંગતતાને લીધે સૌરાષ્ટ્રના ખેડૂતોને ભોગવવી પડતી હાલાકીને લીધે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ દ્વારા આજ રોજ નટરાજ ફાટકથી કલેકટર કચેરી સુધી રેલી યોજવામાં આવી અને જીલ્લા કલેકટરને આવેદન આપીને ભાજપ સરકારને આ પ્રશ્નો ઉકેલવા માટે આહ્વાન કરવામાં આવ્યું. જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા,મોરબી શહેર પ્રમુખ રાજુભાઈ કાવર,મોરબી જીલ્લા કોંગ્રેસ અગ્રણી ધનશ્યામ જકાસણીયા તથા મુકેશ ગામી,મોરબી જીલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ કિશોરભાઈ ચીખલીયા સહિતના અગ્રણીઓ, તાલુકા પંચાયત-જીલ્લા પંચાયત અને નગરપાલિકાના સદસ્યો, મહિલા કોંગ્રેસ, એનએસયુઆઈના કાર્યકરો ઉપસ્થિત રહી ખેડૂતોના પ્રશ્નો વહેલી તકે ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા જીલ્લા કલેકટરને આવેદન આપી માગણી કરવામાં આવી.

 

Comments
Loading...
WhatsApp chat