કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીએ અમિત શાહ,પોલીસ અને પાલિકા પર કર્યા પ્રહાર

ગુજરાતના રાજકરણમાં હંમેશા ગરમાવો જોવા મળ્યો છે.ગજરાતી રાજકારણમાં આવારનવાર ખેંચ-તાણના દર્શ્યો સર્જાય છે.એવામાં તાજેતરમાં કોંગ્રસ માંથી શંકરસિંહ વાઘેલાના રાજીનામાં બાદ કોંગ્રેસના મહત્વના ધારાસભ્યો કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડવા લાગ્યા છે તેથી ફરી રાજકારણ  જોવા મળે છે એવામાં ગુજરાત કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રમેશ રબારીએ અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું છે કે ગુજરાતના રાજકારણમાં વિવાદોમાં અવળ નંબર ધરાવતા અમિત શાહ રાજ્યસભાની ચુંટણી જીતવા સાવ નીચલાસ્તરે ઉતરી ગયા છે.અખબારી અને ઈલે.મીડિયામાં સંબંધકર્તાઓએ આપેલ નિવેદનો મુજબ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્યોને પાંચ થી પંદર કરોડ રૂપિયા આપી રહયાનું જાણવા મળે છે.સંખ્યાબંધ ભાજપી ધારાસભ્યો અમિત શાહના એકાત્મવાદી ત્રાસથી પરેશાન છે તેઓ જાહેરમાં આ પ્રકિયાને વખોડે છે.તેમજ વધુમાં આક્ષેપ કરતા સવાલ પૂછયા છે કે આ રીતે નાણાથી જ સરકાર બનતી હોય તો અમારા જેવા પ્રજામતથી ચૂંટાયેલા પ્રતીનીધીઓનું શું?,રાજકરણમાં નીતિ અને ઈમાનદારી જેવી કોઈ ચીઝ છે કે નહિ ? અગાઉની સરકારો આપનાથી પણ પ્રબળ તાકાતવર હતી પણ તેઓએ આટલી હીનતા બતાવેલ નથી.આ રૂપિયા કોના,કેવી રીતે આવ્યા તેની તપાસ થશે ખરી? કોંગ્રેસને લાગેવળગે છે ત્યાં સુધી અસ્સલ કલ્ચર ધરાવતા કોગ્રીજનો નાણાથી પલટાશે નહિ ભાજપના લેભાગુ અને બળવાખોર સદસ્યો જેવા નાણા અને હોદાના ભિખારી છે તેઓ આવું પાપ કરવા ટેલાયેલાછે.

રમેશ રબારીએ અંતે પાલિકા પર પ્રહાર કર્યા હતા અને કહ્યું છે કે મોરબીમાં ભારે વરસાદ પછી જનજીવન વેરવિખેર બન્યું છે છેલ્લા ધણા સમયથી શહેરના રસ્તાઓ જેમાં શહેરના મુખ્ય માર્ગો અને શહેરી વિસ્તારમાં ગલી ખાંચા સાવ ખરાબ હાલતમાં છે.આજે મોરબીનો એકપણ વિસ્તાર આવી મુશીબતો માંથી બાકાત નથી એમાં ભારે વરસાદે તો તબાહી માચાવેલ છે.સુપરમાર્કેટ,પટેલ કન્યા છાત્રાલય જેવા આધુનિક વિશાળ સંકુલ પણ ભૂગર્ભ ગટરથી છલકાયું ગયું છે.આમ છતાં મોરબીના ડીઝાસ્ટર મેનેજમેન્ટ સાવ ઉદાસીનતા દાખવે છે.શહેરના નાગરિકોની અનેક ફરિયાદો અધરતાલ રહે છે ત્યારે જીલ્લા કલેકટર પણ આ પ્રશ્ને નીરુતર બને છે.ત્યારે ડીઝાસ્ટરના રૂપાળા નામે નાહક થતા પ્રચારથી લોકોમાં ભારે રોષ પ્રવર્તતો હોઈ સવેળા આ પ્રશ્ને હાલ કરવા તંત્રએ આગળઆવવું જોઈએ તેવી માંગણી કરી છે.

 

તેમજ પોલીસ પર [પણ પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે ધુનાડા-સજનપર ગામમાં જ રહેતા દેવીપુજક અને કોળી જ્ઞાતિના અમુક યુવાનો આ દેશીદારૂ બનાવી જાહેરમાં બે-રોકટોક વેચે છે જેના કારણે ગામના નવયુવાનો આ લતે ચડી જીવન બગાડે છે.ત્યારે અમુક માણસો દ્વારા થતા દારૂના ઉત્પાદન અને વેચાણ અટકાવી ગ્રામ્ય પ્રજાને સલામતી આપવા સુયોગ્ય વ્યવસ્થા કરવા અને તાત્કાલિક પગલા લેવા માંગ કરી છે.

Comments
Loading...
WhatsApp chat