મોરબી જીલ્લા કોંગ્રેસ અગ્રણી મહેશ રાજકોટીયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા

દેશના વડાપ્રધાન ગુજરાત ઉપર આવેલ કુદરતી આફતમાં રાજ્યની પાંચ કરોડ જનતાની ભાળ કાઢવાનું નયુ ડીંડક કરીને હવાઈ માંગે લટાર મારી સહાયનું ૫૦૦ કરોડનું બટકું ફેકવાની હવામાં પોતાની ફેકવાની આદત મુજબ જાહેરાત કરીને બારોબાર નીકળી જતા  મોરબી જીલ્લા કોંગ્રેસના અગ્રણી મહેશ રાજકોટીયાએ ભાજપ પર કબજો જમાવી લેનારાઓને આડે હાથ લીધા હતા.અને જણાવ્યું હતું કે વડાપ્રધાનને ફેકું ગણાવી અમિત શાહ,રૂપાણી સહિતના રાજ્યના જવાબદાર શાસકોને એ ખબર નથી કે એકલા મોરબી જીલ્લામાં જ ૫૦૦ કરોડથી વધુનું નુકશાન થયું છે.બાનસકાંઠાની તારાજીનો આંકતો એથી પણ બમણો હશે.પરંતુ જાહેરાત ક્યે સુરા ભાજપના નૌટંકીબાજો જેમ આગાઉ હથેળીમાં જનતાને ચાંદ બતાવીને ચુક્યા છે.તે મુજબ મશ્કરીથી વિશેષ કાઈ નથી.

તેમજ વધુમાં જણાવ્યું હતું કે ભાજપથી ભાટાયથી મોરબી જીલ્લા કોંગ્રેસના અગ્રણી અને જીલ્લા પંચાયતના ટંકારા તાલુકાની બેઠકના સભ્ય મહેશ રાજકોટીયા અકડાય ઉઠયા હતા.તેઓએ પ્રજાની મુશ્કેલીના સમયે ભાજ્પીયાઓની મજાકથી ભારે આક્રોશ ઠાલવી ભાગવા પક્ષના નાટક્બાજો વડાપ્રધાન મોદી,અમિત શાહ અને રૂપાણીને મગર મચ્છના આંશુ સારનારા અને વરસાદમાં મોતને ભેટેલા માનવ લાશો ઉપર રાજકીય રોટલા શેકનારાને શેતાન ગણાવ્યા છે.ઉપરાંત તાજેતરમાં સત્તાની લાલચમાં કોંગ્રેસના પ્રજાપ્રિય ધારાસભ્યોને ડરાવી,ધમકાવી હલકી કક્ષાએ ઉતરી આવેલ સતાલાલચુ ગણાવ્યા હતા.હલકાઈની હદ પણ વટાવી જનાર ભાજ્પીયાઓને રાજ્યની પ્રજા બરાબર ઓળખી ગઈ છે અને આવનારી વિધાનસભા ચૂટણીમાં તેમની ઓકત બતાવી દેશે તેમાં શંકાને સ્થાન નથી.અંતે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમિત શાહ અને મોદી મોતના દલાલો તથા રૂપાણીને ચાપલુસીયો ગણાવી પ્રજાને વર્તમાન સરકાર જો વધુ સતા પર રહેશે તો દેશનું અને રાજયનું અધ:પતન થાવની દહેશત વ્યક્ત કરી સતા પર થી ખદેડી દેશને બરબાદ થતો બચાવવા અપીલ કરી હતી.

Comments
Loading...
WhatsApp chat