

મોરબી શહેર તેમજ જીલ્લા ની જે અવદશા થયેલ છે. તેમાંથી તેને બહાર કાઢવા યોગ્ય કરવા માટે આપ સાહેબને વિનંતિ. હાલ માં મોરબી શહેર માં ધૂળ ની ડમરીઓ ઠેરઠેર ઉડેછે. જેના કારણે માણસો ને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડેછે. આનાથી ફેફસાના દર્દો પણ થાય છે.
આ ઉપરાંત મોરબી શહેરમાં ઢોરો પણ રોડ પર અડીંગો જમાવી ને બેસે છે. આના કારણે ઘણી વાર ટ્રાફિક જામ પણ થાય છે. અકસ્માતો પણ થાય છે. પરંતુ તંત્ર દ્વારા આ બાબતે ફક્ત વાતોજ થાય છે. કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં આવતું નથી .
આ ઉપરાંત સમગ્ર જીલ્લા અને શહેર માં ગંદકી નું સામ્રાજ્ય ફેલાયેલું છે. આના કારણે રોગચાળો ફેલ્યો છે. હાલ માં સૌરાષ્ટ્ર માં ડેન્ગ્યું અને સવાઈનફ્લુ નું જોર જણાય છે. આવી પરિસ્થિતિ માં આ ગંદકી ને કારણે રોગચાળો વધારે ફેલાવાની શક્યતાઓ રહેલી છે. આ પરિસ્થિતિ કાબુ બહાર જાય તે પહેલા યોગ્ય પગલા લેવ જરૂરી છે. તો આ બાબતે યોગ્ય કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય મંત્રી કાંતિલાલ બાવરવાએ જીલ્લા કલેકટરને વિનતી કરી છે.