જીએસટીના વિરોધમાં હવે કોંગ્રેસ પણ મેદાને `

જીએસટી અમલવારીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઠેર-ઠેર જીએસટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો હવે કોંગ્રેસ પણ જીએસટી મુદે વિરોધ કરવા મેદાને આવ્યું છે.મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવરે જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ તૈયારી વગર જીએસટી નો અમલ કરવા સંસદનું વિશેષ સત્ર તા.૩૦ને રાત્રીના બોલાવેલ છે તે સામે કોંગ્રેસ પક્ષ દ્વારા મોરબીના જુદા-જુદા વેપારી સંગઠનો અને સિરામિક ઉધોગને થતા અન્યાયની સામે વાચા આપવા તા.૩૦ને શુક્રવારે સાજે ૭ કલાકે નહેરગેટ ચોકમાં મીણબતી પ્રગટાવીને પ્રચંડ વિરોધ કરવામાં આવશે.તેમજ કોંગ્રેસના તમામ કાર્યકરોને હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Comments
Loading...
WhatsApp chat