



કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓ કર્યા વિના જે રીતે જીએસટી લાગુ કરવાની પહેલ કરવામાં આવી છે તેના વિરોધમાં અગાઉથી કોંગ્રેસે કરેલી જાહેરાત મુજબ આજે નહેરુ ગેઇટ ચોક ખાતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા, કોંગ્રેસ અગ્રણી ઘનશ્યામભાઈ જાકાસણીયા, કાન્તિલાલ બાવરવા, મુકેશભાઈ ગામી, મહિલા મોરચાના ક્રિષ્ના પટેલ, યુવા મોરચાના પુષ્પરાજસિંહ જાડેજા સહિતના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ સરકારનો વિરોધ કર્યો હતો. નહેરુ ગેઇટ ચોકમાં મહિલાઓએ થાળી નાદ કરીને જયારે કોંગ્રેસી કાર્યકરોએ મીણબતી પ્રગટાવી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. વેપારી બચાવો, સરકાર હાય હાયના નારાઓ લગાવ્યા હતા અને જીએસટીનો વિરોધ કર્યો હતો.

