અતિવૃષ્ટિમાં લોકોને ઉપયોગી થવા કોંગ્રેસનો મોરબી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે જિલ્લામાં અતિવૃષ્ટિની કુદરતી આફતમાં કોંગ્રેસ માનવીય ફરજ બજાવી લોકોને ઉપયોગી થવા મોરબી ખાતે કંટ્રોલ રૂમ ખોલેલ છે. જેના ઇન્ચાર્જની જવાબદારી અગ્રણી વિજયભાઈ સરડવા સંભાળશે. જેનું કાર્યાલય 12,ઈલોરા શોપિંગ સેન્ટર,હોટેલ મનાલી નીચે,નવા બસસ્ટેશન સામે કાર્યરત રહેશે. આ કંટ્રોલ રૂમનો સંપર્ક નંબર:9879512945,9978607172,9825280418 રહેશે. આથી અસરગ્રસ્તોને મદદ માટે ઉર્પયુક્ત સરનામે સંપર્ક કરવા અનુરોધ છે.

Comments
Loading...
WhatsApp chat