



મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ રજૂઆત કરી છે કે મોરબી જીલ્લમાં અતિવૃષ્ટિના ભોગ બનેલ ખેડૂતો,શ્રમિકો,માલધારીઓને સરકારી તંત્ર દ્વારા હાલ જે સહાય આપવામાં આવી છે તે અપૂરતી છે.અતિવૃષ્ટિની વ્યાપકતા જોતા ધનિષ્ઠ આર્થિક સહાય આપીને અસરગ્રસ્તોને થયેલ અન્યાય નિવારવા માંગણી કરી છે.ટંકારા-વાંકાનેરમાં અતિ ભારે વરસાદને લીધે તેમજ માળિયા (મી.)તાલુકામાં મચ્છુ નદીમાં પાણી છોડવાને લીધે કાંઠા વિસ્તારના ખેડૂતોના ઉભા પાક તથા જામી ધોવાણ અને વાંઢ વિસ્તારના લોકોને સ્થળાતર કરવાને લીધે ભોગવી પડેલ હાડમારી ગુમાવવી પડેલ ઘર વખરી,સ્રમીકોના પડી ગયેલા કાચા મકાનો,રોજગારી વિહોણા થઇ ગયેલા મજુરો સહીત જે લોકોને અતિવૃષ્ટિમાં સહન કરવાનું આવ્યું છે તે તમામને જરૂરી આર્થિક વળતર સમયસર મળે તે માટે કલેકટર અને ડી.ડી.ઓ.ને રજૂઆત કરવામાં આવી છે.

