Billboard ad 1150*250 Billboard ad 1150*250

ખાનગી કંપનીની દાદાગીરીની ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ

મોરબીના એક ગ્રાહકે અમદાવાદથી નવી કાર લીધા બાદ તે કારના ટાયરમાં મિસ્ટેક હોવાથી કારમાં પંક્ચર પડે અને ચાલુ વાહને અકસ્માતનો ભય હોવા અંગે કંપનીમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ના કરાતા ગ્રાહક સુરક્ષા ફોરમમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી છે

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે અમદાવાદ નેક્સા કતારિયા મોબાઈલ્સ પ્રા.લી.ના મેનેજરને પત્ર લખીને જણાવ્યું છે કે મોરબીના ગ્રાહક નીમેષભાઈ કાવરે વ્હીકલ એલોટનો ઓવા ૦૧૦૦૪-૧૩૫૦૦ લીધેલો છે આ ગાડીના ટાયર જે કંપનીના છે તે ટાયરની નકશીમાં મિસ્ટેક છે. તેમાં નાના પથ્થર કાંકરી ભરાઈ છે જેથી ટાયરમાં ચાલુ ગાડીએ પંક્ચર પડે તો અકસ્માત થવાનો ભય રહે છે. ગાડીના ટાયર જે કંપનીમાંથી લીધા છે તે કંપની પાસે બદલવાની જવાબદારી આપણી રહે છે. ગ્રાહક દ્વારા અવારનવાર રજૂઆત કરેલ છે ફોન દ્વારા ફરિયાદ કરી છે આ મામલે કંપનીને જાણ કરી હોવાના જવાબો આપો છો પરંતુ ઉપલા અધિકારીને જાણ કરી હોય તેવા ઈમેલની કોપી આપતા નથી. ગ્રાહકની ગાડી પંદર દિવસથી બંધ છે જેને પગલે ગ્રાહકને પર ડે રૂપિયા ૫૦૦૦ નુકશાન થયેલ છે. જેના રૂપિયા ૭૫૦૦૦ અને ૫૦૦૦ માનસિક ત્રાસ ભોગવ્યો હોય જે ગ્રાહકની માંગણી છે. તેને ટાયર બદલી આપો અને ૮૦,૦૦૦ વ્યાજ સહીત આપવાની માંગ કરી છે અન્યથા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં જવાની ફરજ પડશે જેની જવાબદારી આપણી રહેશે.

 

 

Comments
Loading...
WhatsApp chat