



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીની સિરામિક ફેક્ટરી સાથે ૧૫.૭૫ લાખની છેતરપીંડીની ફરિયાદ
ટાઈલ્સનો માલ મંગાવી બાદમાં પેમેન્ટ ના ચુકવ્યું
મોરબીના સિરામિક ઉદ્યોગનો વેપાર દેશ વિદેશમાં ફેલાયેલ છે અને ઉદ્યોગ સાથે અવારનવાર છેતરપીંડીના બનાવ બનતા રહે છે જેમાં મોરબીના એક ઉદ્યોગપતિ સાથે વેપારીએ ૧૫ લાખથી વધુની છેતરપીંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના ઉમા ટાઉનશીપના રહેવાસી રણજીતભાઈ લલીતભાઈ ભડાણીયાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે માર્ચ ૨૦૧૭ થી વર્ષ ૨૦૧૮ દરમિયાન આરોપી કાંતિ અંબારામ ઘેટિયા રહે મૂળ મોરબી હાલ સુરત વાળાએ વ્રજ સિરામિક નામની પેઢી બનાવી ફરિયાદીની ફેક્ટરી તેમજ અન્ય ફેક્ટરીમાંથી સિરામિક ટાઈલ્સનો માલ મંગાવી પેમેન્ટ માટે આજકાલ આજકાલ કરી પેમેન્ટ નહિ ચૂકવી ૧૫,૭૫,૪૭૭ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે



