ભારે વરસાદને પગલે તા.૧૬ના રોજ જીલ્લાની તમામ કચેરી ચાલુ રાખવા જીલ્લા કલેકટરનું સુચન

હવામાન ખાતાની આગાહી મુજબ તા.૧૬-૧૭ના રોજ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેલ છે.તેમજ તા.૧૪-૧૫નાં રોજ પડેલ ભારે વરસાદને ધ્યાને લઇ મોરબી જીલ્લામાં પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાય તથા ભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત કામગીરી અને જરૂરી સંકલન કામગીરી સત્વરે કરી શકાય તે હેતુથી તા.૧૬ને રવિવારના રોજ મોરબી જીલ્લાની તમામ કચેરી ચાલુ રાખવા મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલએ આદેશ કર્યો છે.તેમજ તમામ અધિકારીઓને અવશ્ય જેતે હેડકવાર્ટરમાં હાજર રહેવા ફર્રમાન કર્યું છે.

Comments
Loading...
WhatsApp chat