જૂથ અથડામણ બાદ બંને સમાજના લોકોની કલેકટરે બોલાવેલી બેઠક સફળ

ભરવાડ અને દરબાર સમાજે શાંતિ જાળવવા માટે આપી ખાતરી

હળવદમાં ૨ દિવસ અગાઉ થયેલ જૂથ અથડામણની ઘટના બાદ અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે આજ રોજ મોરબી કલેકટર આઈ.કે પટેલ અને અધિક કલેકટર પી.જી. પટેલની અધ્યક્ષતા ભરવાડ સમાજ અને દરબાર સમાજનાં આગેવાનોની એક મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં બંને સમાજનાં આગેવાનો સાથે કલેકટરશ્રએ વાતચીત કરી શાંતિ અને ભાઈચારો જાળવવા અપીલ કરી હતી. કલેકટરની અપીલ બંને સમાજનાં આગેવાનોએ સ્વીકારી મોરબી જિલ્લામાં શાંતિ અને સલામતી જાળવવા માટે ખાત્રી આપી છે. જૂથ અથડામણ બાદ બંને સમાજનાં લોકો શાંતિ જાળવવા સહેમત થયા છે અને કલેકટરએ બોલાવેલી મીટીંગ સફળ નીવડી.

 

Comments
Loading...
WhatsApp chat