મોરબીની કઈ સંસ્થાએ સરકારની શિક્ષણનીતિની ઝાટકણી કરી ?

જીલ્લા કલેકટર મારફત રાજ્યના શિક્ષણમંત્રીને પાઠવીને રજૂઆત કરવામાં આવી છે કે દર વર્ષે પરીક્ષાના પરિણામ અને પ્રવેશ પ્રક્રિયામાં પ્રશ્નો ઉભા થઈ તો શું અગાઉથી તેનું આયોજન ના થઈ સકે ? ભાર વગરનું ભણતર અને ટેન્શન ફ્રી શિક્ષણની ચિંતા કરતા હોય ત્યારે વિદ્યાર્થીઓ પર લટકતી તલવાર કેમ ? ગુજરાતનું ગૌરવ એવી ગુજરાતી ભાષાનું મહત્વ શિક્ષણમાં ખત્મ થઈ રહ્યું છે તથા માતૃભાષામાં શિક્ષણની વિચારધારા લુપ્ત થતી હોય તેવું અચૂક લાગે છે. આ વર્ષે મેડીકલ પ્રવેશ પ્રક્રિયામાં નીટની પરીક્ષા આવી તે પણ વિદ્યાર્થીઓને સ્વીકાર્ય ના હોવા છતાં સ્વીકારી, પરંતુ સ્ટેટ કોટની ૮૫ % સીટો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે છે અને તેનો મહાત્મ લાભ વિદ્યાર્થીઓને જ મળવો જોઈએ. પરંતુ પ્રોરેટા એડમીશન પ્રક્રિયા રદ કરીને ગુજરાતી માધ્યમના અને ગુજરાતી બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સીધો જ અન્યાય કરવામાં આવ્યો. એક રાષ્ટ્ર એક પરીક્ષા નીટ મેડીક અભ્યાસમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા નીટ સ્વીકારી પણ પરીક્ષાના પેપરો કેમ જુદા જુદા, ગુજરાતી ભાષાના પેપરો જુદા કાઢવા એટલે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓને અન્યાય થયો છે.  નીટમાં કુલ વિદ્યાર્થીમાંથી ૮૭ % ગુજરાતી માધ્યમના હતા જેમાંથી માત્ર ૪.૨૦ ટકા ક્વોલીફાય થયા જયારે અંગ્રેજી માધ્યમના ૮૦.૨૬ ટકા ક્વોલીફાય થયા. આ સમસ્યાનું નિવારણ નીટ દરેક ભાષામાં સરખા પ્રશ્નપત્રો હોય અને પ્રોરેટા મુજબ રહે તો જ થઈ સકે તેમ છે. તો ઉપરોક્ત બાબતે તાત્કાલિક અને કાયમી ધોરણે ઉકેલ લાવવા ફેર વિચારણા લઇ ગુજરાતનું અને ગુજરાતી ભાષાનું મહત્વ વધે તેવા પ્રયત્નો કરવાની માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat