

મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ દ્વારા આજે અર્ધો ડઝન નાયબ મામલતદારો જેમાં અપીલ શાખામાં ફરજ બજાવતા જે.વી.કાવરને મહેસુલ-૧ ની ખાલી પડેલી જગ્યાએ મૂકી અપીલ શાખામાં ટંકારાના ઇ-ધરા કેન્દ્રના પી.આર.ગંભીરને મુકવામાં આવ્યા તો મવડા ના નિખિલ જોષીને મહેસુલ-૨ ની જવાબદારી અને તેમની જગ્યાએ મવડા માં પી.એ.ટુ કલેકટર વી.પી.બારડને નિમાયા તેમજ મહેસુલ-૨ના નાયબ મામલતદાર બી.ટી.અકબરીને નાયબ મામલતદાર આયોજન ઉપરાંત ડુડા અને મનોરંજનનો હવાલો આપવામાં આવ્યો છે અને નાયબ મામલતદાર ડિઝાસ્ટર કે.આર.ઝાલાને જનરલ શાખા ઉપરાંત ડિઝાસ્ટર શાખાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.