


મોરબી જીલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી અતિભારે વરસાદ વર્ષી રહ્યો હતો જે આજ રોજ વિરામ લેતા મોરબીવાસીઓ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.છતા પણ મોરબી જીલ્લ્લામાં સવારથી સાંજના ૬ વાગ્યા સુધીમાં મોરબી શહેરમાં હળવા ઝાપટા અને માળિયા ૨૬ મી.મી. તથા ટંકારામાં ૧૦ મી.મી વરસાદ વરસ્યો છે.તેમજ હજુ વરસાદ વરસવાની શક્યતા અને સર્વે કામગીરી તથા રવિવાર હોવાથી લોકોને મુશ્કેલી ન પડે તે માટે આવતીકાલના રોજ રવિવારના દિવસે પણ મોરબી જીલ્લામાં મોરબી જીલ્લા કલેકટરે તમામ સરકારી કચેરી ખુલ્લી રાખવા અને તમામ અધિકારીઓને કચરી ખાતે ઉપસ્થિત રહેવા આદેશ કર્યો છે.