Billboard ad 1150*250 Billboard ad 1150*250

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોના વિરોધમાં મોરબી બંધ, એસટી રૂટો પ્રભાવિત

મોરબીમાં બંધને સફળ બનાવવા કોંગ્રેસી આગેવાનો મેદાને એસટીના ગ્રામ્ય રૂટોની સેવા હાલ સ્થગિત કરાઈ

કોંગ્રેસ દ્વારા વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવોના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હોય જેને પગલે સવારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો

કોંગ્રેસના બંધના એલાનને પગલે આજે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની આગેવનીમાં કોંગ્રેસી કાર્યકરોએ સવારથી મોરચો સાંભળ્યો હતો અને નહેરુ ગેઇટ ચોક તેમજ ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં વેપારીઓને બંધમાં જોડાવવાની અપીલ કરી હતી તે ઉપરાંત સુપરમાર્કેટ સહિતના વિસ્તારોના વેપારીઓને બંધમાં જોડાઈને સફળ બનાવવા અપીલ કરવામાં આવી હતી

બંધના પગલે એસટી સેવાઓ પ્રભાવિત થઇ હતી જેમાં સલામતીના ખાતર ગ્રામ્ય રૂટની બસોને નજીકના પોલીસ મથક અથવા ડેપો પરત બોલાવી દેવામાં આવી હતી તો આજે ગામડાના ૧૪ જેટલા રૂટ કેન્સલ કરવામાં આવ્યા છે જોકે બપોર બાદ સ્થિતિ સામાન્ય થતા પુનઃ બસો દોડવા લાગશે તો હાઈવે રૂટની બસોની સેવા ચાલુ જ હોવાનું ઇન્ચાર્જ ડેપો મેનેજર અનિરુદ્ધસિંહ જણાવી રહયા છે

Comments
Loading...
WhatsApp chat