મોરબીમાં ઘડિયાળના વેપારીઓને જીએસટીનું માર્ગદર્શન આપવા સેમીનાર

મોરબી પંથકમાં વિકાસ પામેલો વિશ્વ વિખ્યાત ઘડિયાળ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને જીએસટીનું માર્ગદર્શન આપવા તેમજ નિયમો અંગે ટેકનીકલ જ્ઞાન પૂરું પાડવાના  ઉદેશ્યથી હરભોલે હોલ ખાતે જીએસટી માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં કલોક એશો.ના પ્રમુખ શશાંકભાઈ દંગી ઉપરાંત અગ્રણી ઘડિયાળ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઘડિયાલ ઉદ્યોગપતિઓ ઉપરાંત કલોક ઉદ્યોગ સાથે જોડાયેલા પ્લાસ્ટિક દાણા બનાવતા વેપારીઓ, મોલ્ડિંગ અને કાચ સહિતના કામકાજ સાથે સંકળાયેલા વેપારીઓ ઉપસ્થિત રહયા હતા. ઘડિયાળ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને માર્ગદર્શન પૂરું પાડવા માટે સૌરાષ્ટ્ર કચ્છના વેટ કમિશ્નર સક્સેના સાહેબ, રાજકોટના આસી. કમિશ્નર દીક્ષિત પટેલ, નિવૃત વેટ અધિકારી ચીખલીયા સાહેબ તેમજ નિવૃત આસી.કમિશ્નર ગઢવી સાહેબે ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓને તલસ્પર્શી માહિતી પૂરી પાડી હતી. જીએસટી વિષે વેપારીઓને જે સમસ્યાઓ હતી તેનું નિરાકરણ કર્યું હતું અને જીએસટીથી થનારા ફાયદાઓ અંગે વેપારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat