

ગ્લોબલ વાર્મિગ અને ક્લાઈમેટ ચેન્જ ની વૈશ્વિક સમસ્યા નો અસરકારક ઉકેલ લાવવા ગુજરાત રાજ્ય કટીબધ્ધ છે તત્કાલિક મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વારા ૨૦૦૯માં ગુજરાત રાજ્યે ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી છે આ વિભાગ હાલમા મુખ્યમંત્રી વિજય રૂપાણી ના સીધા માર્ગદર્શનમાં રાજ્યમાં પુન,પ્રાપ્ય ઉર્જાના વ્યાપક ઉપયોગ તથા ક્લાઈમેટ ચેન્જની જટીલ સમસ્યાના સમાધાન માટે રાજ્યના વિવિધ વિભાગો તથા પ્રજાજનો સાથે મળીને સક્રીય કામગીરી કરી રહ્યો છે, ક્લાઈમેટ ચેન્જ વિષયની વૈજ્ઞાનિક માહિતી અને વિભાગની યોજનાઓની માહિતી લોકો સુધી પહોચે તે હેતુથી રાજ્યના દરેક જિલ્લાઓમાં ત્રીદિવસીય પ્રદર્શનનુ આયોજન કરેલ છે. મોરબી જિલ્લામાં આ પ્રદર્શન તા. ૦૪ થી તા.૦૬ સુધી સ્થળ ધી.વી.સી ટેકનિકલ હાઈસ્કુલ .વી.સી.ફાટક પાસે મોરબી ખાતે જાહેર જનતા માટે રાખેલ છે.આ પ્રદર્શનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજના ૦૮:૦૦ કલાકનો રહેશે. જિલ્લાના યુવાનો મહિલાઓ,બાળકો વગેરેને આ પ્રદર્શનની મુલાકાત લેવા ખાસ ભલામણ છે આ પ્રદર્શનની સાથે રહેણાક મકાનો પરથી સોલાર રૂકટોપ યોજનાની અને તે અંગે રાજ્ય સરકારની સબસીડીની વિગતો પણ ઉપ્લબ્ધ કરવામાં આવશે.