સાતમ-આઠમના તહેવારોમાં સિવિલ હોસ્પિટલ ધણી-ધુણી વગરની ?

સાતમ-આઠમના તહેવારોમાં મોરબીમાં ખાનગી હોસ્પીટલના ડોકટરો રજા પર જતા હોય છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળે છે.ત્યારે સિવિલ હોસ્પીટલના તબીબો રજા પર ઉતરી જતા હોવાથી દર્દીઓને હાલાકીનો ભોગ બનવું પડતું હોવાનું જણાવી સામાજિક કાર્યકરે જિલ્લા કલેકટરને રજુઆત કરી તહેવારોમાં હોસ્પિટલની સુવિધા જળવાઈ રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા માંગણી ઉઠાવી છે.

સામાજિક કાર્યકર જનક રાજાએ મોરબી જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે મોરબી સિવિલ હોસ્પિટલમાં સાતમ-આઠમના તહેવારોમાં તબીબો અને કર્મચારીઓ રજા ઉપર ઉતરી જઈ હરવા ફરવા જતા રહેતા હોવાથી ઇમરજન્સી કેસ,પ્રસૂતિકેસ સહિતના કિસ્સાઓમાં  ખાનગી ગાયનેક હોસ્પીટલમાં તબીબો ફરવા જતા રહેતા હોવાથી સરકારી હોસ્પીટલમાં ગાયનેક વોર્ડમાં ધસારો રહે છે.એવામાં સરકારી હોસ્પીટલમાં પણ ગાયનેક ડોકટર ન હોવાથી મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આ ઉપરાંત તહેવારોને કારણે અકસ્માતોની હાર-માળ સર્જાય છે તથા રોગચાળાનું પ્રમાણ પણ વધતું હોય લોકોની આરોગ્યની સુવિધા જળવાઈ રહે તે જરૂરી છે. આથી જિલ્લા કલેક્ટર તહેવારોની રજામાં સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધા ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવા માંગણી ઉઠાવવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat