


મોરબીની સિવિલ હોસ્પિટલમાં અંધેર વહીવટ ચાલતો હોય તેમ વ્યવસ્થાના નામે મીંડું છે અને હોસ્પિટલના જવાબદાર અધિકારી પોતાની મનમરજીથી વહીવટ ચલાવતા હોય જેથી દર્દીઓને પરેશાન થવું પડતું હોય છે આવું જ કામ સિવિલ હોસ્પિટલની લીફ્ટનું છે જે લીફ્ટ અવારનવાર બંધ રહેતી હોય જેથી દર્દીઓને સીડી ચડીને ઉપર જવાની ફરજ પડે છે
મોરબી શહેરમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રહેલી એકમાત્ર લીફ્ટ છાશવારે બંધ જોવા મળે છે આજે સવારથી લીફ્ટ બંધ હતી જેને પગલે બીમાર અને અશક્ત દર્દીઓને નાછુટકે પગથીયા ચડવા ઉતરવાની ફરજ પડી હતી તો તે ઉપરાંત આજે સવારમાં દવાનો જથ્થો આવી પહોંચ્યો હોય જે પણ નીચે લીફ્ટ પાસે જ ગોઠવીને મૂકી દેવાયો હતો સિવિલ હોસ્પિટલનો સ્ટાફ સીડી ચડીને તો દવાનો જથ્થો તેના નિયત સ્થાન સુધી પહોંચાડે નહિ અને લીફ્ટ બંધ હતી એટલે દવાનો જથ્થો પણ ત્યાં જ પડેલો જોવા મળ્યો હતો તો દર્દીઓ પણ પરેશાન થયા હતા જોકે સિવિલ હોસ્પિટલના નીમ્ભર અધિકારીઓને દર્દીની પરેશાની સાથે કશી લેવાદેવા જ ના હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને સંવેદનહીનતાના ઉદાહરણ પુરા પાડી રહ્યા છે