મોરબીની સિવિલ હોસ્પિટલમાં અસુવિધાઓની ભરમાર, તંત્ર ક્યારે જાગશે ?

મોરબીને જીલ્લાનો દરજ્જો મળ્યા છતાં આરોગ્ય સેવાઓ હજુ તાલુકા કક્ષાની જોવા મળે છે મોરબીની સિવિલ હોસ્પિટલમાં અસુવિધા અને અવ્યવસ્થાની ભરમાર વચ્ચે એક તરફ ઉભરાતી ગટરથી દર્દીઓ પરેશાન છે તો બીજી તરફ દારૂડિયાઓનો ત્રાસ પણ જોવા મળે છે.

મોરબીની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટર ઉભરાય છે અને ગટરના પાણી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં આવી જાય છે જેથી તીવ્ર દુર્ગંધ સહન કરવી પડે છે તો રોગચાળાની ભીતિ ફેલાઈ છે આવી જ કાયમી સમસ્યા રાત્રીના દારૂડિયાઓની છે સિવિલ હોસ્પિટલમાં રાત્રીના સમયે દારૂ પીને આવતા આવારા તત્વો હંગામો મચાવે છે અને જીલ્લાની સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાની વ્યવસ્થા ના હોવાથી આવા તત્વો બેફામ બની જતા હોય છે અગાઉ પણ મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે દ્વારા તંત્રને રજુઆતો કરવામાં આવી હતી પરંતુ પરિણામ શૂન્ય જોવા મળે છે અને સિવિલ હોસ્પિટલના બાથરૂમમાં દારૂની કોથળીઓ મળે છે પરંતુ સુપ્રીન્ટેનડેંટને ધ્યાનમાં આવતું નથી ? તેવા સવાલ સામાજિક કાર્યકર દ્વારા ઉઠાવાયા છે ત્યારે હોસ્પિટલના દર્દીઓની સુવિધા માટે ઉભરાતી ગટર તેમજ દારૂડિયાઓના ત્રાસ અંગે યોગ્ય પગલા ભરવામાં ના આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સામાજિક કાર્યકરે ઉચ્ચારી છે

મોરબી સિવિલ હોસ્પિટલમાં પોલીસચોકી બનવાઈ છે પરંતુ તે ચાલુ જોવા મળતી નથી જેથી હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની સલામતી નથી અને આવારા તત્વો બેફામ બની ગયા છે જેથી સિવિલ હોસ્પિટલની પોલીસચોકી કાર્યરત કરીને પોલીસની સુરક્ષા આપવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

Comments
Loading...
WhatsApp chat