


મોરબી સિવિલ હોસ્પિટલમાં તબીબોની કાયમી ઘટ વર્તાય છે એવામાં રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આરોગ્ય અને તબીબી સેવા તજજ્ઞ સેવા હેઠળ ફરજ બજાવતા આઠ તજજ્ઞ વર્ગ-૧ ની બદલી કરવા હુકમ કર્યો છે જે અંતર્ગત મોરબી સિવિલમાં ફરજ બજાવતા પી.કે.દુધરેજીયાને રાજકોટ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ મોરબી સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક તરીકે ડો.દુધરેજીયાની બદલી કરી તેમના સ્થાને કોઈ અધિકારીની પણ નિમણુંક કરવામાં આવી નથી