

મોરબીની સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વોર્ડ રામભરોસે હોવાનું જણાઈ રહ્યું છે. ગાયનેક વોર્ડમાં દાખલ થનારી માતાઓની સાર સંભાળ રાખવાનો સમય હોસ્પિટલના ડોક્ટર કે નર્સ પાસે નથી. સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં દાખલ થયેલ ગર્ભવતી મહિલા બે દિવસથી દાખલ હોય પરંતુ તેની ડીલીવરી અંગે ડોકટરોને કોઈ ચિંતા નથી. તેના પરિવારજનો અનેક વખત ડોકટરો પાસે જઈ આવ્યા પરંતુ ઉડાઉ અને તોછડા જવાબો સિવાય દર્દીના સગાને કાઈ મળતું નથી તો પરપ્રાંતીય એક મહિલાને એક દિવસ પૂર્વે સિઝેરિયન ડીલીવરી કરવામાં આવ્યા બાદ તેને અનેક સમસ્યાઓ હોય જેના પતિ ડોક્ટરની સલાહ લેવા માટે જાય તો ખાનગી હોસ્પિટલમાં દાખલ કરો, સરકારીમાં બધી સગવડ નહિ મળે તેવા જવાબો આપવામાં આવી રહ્યા છે. તો મહિલાની ડીલીવરી થયા બાદ બુધવારે સાંજ સુધી કોઈ ડોક્ટર આવ્યા ના હતા અને દર્દીના પતિ નર્સ ને સવાલો પૂછતાં જતા હતા તો ખાનગીમાં લઇ જાવ, અમે શું કરીએ તેવા જવાબો આપવામાં આવ્યા હતા. આ મામલે હોસ્પિટલના આરએમઓ. ડો. શૈલેશ પટેલે મોરબી ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગાયનેક વિભાગના દર્દીને કોઈ પરેશાની નથી તેમજ આવી કોઈ ફરિયાદ આવી નથી તેમ જણાવ્યું હતું.