મોરબીની સિવિલ હોસ્પીટલમાં હડકવાના ઇન્જેક્શન નથી, દર્દીઓ પરેશાન

મોરબીના સમાજિક કાર્યકરોએ કરી કલેકટરને રજૂઆત

મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી હડકવાના ઇન્જેક્શન ન હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે. ઉપરાંત અહીંના તબીબો દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં રીફર કરતા હોવાની રાવ પણ ઉઠી છે. આ સહિતની અસુવિધા મુદે દર્દીઓને થતી હેરાનગતિ અંગે સામાજિક કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી.

મોરબીની સિવિલ હોસ્પિટલના વિવિધ પ્રશ્નો માટે લડત ચલાવી રહેલા મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે અને જગદીશભાઈ બાંભણીયાએ કલેક્ટરને રજુઆત કરી હતી કે મોરબીની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૩ માસથી હડકવાના ઇન્જેક્શનો નથી. આથી હડકવાના દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. હોસ્પિટલના તબીબો દર્દીઓને રાજકોટ હોસ્પિટલમાં કે ખાનગી હોસ્પિટલમાં રીફર થવાનું કહે છે. જેથી દર્દીઓને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે.

સિવિલ હોસ્પિટલમાં અન્ય ઘણી અસુવિધાઓથી દર્દીઓ પ્રભાવિત છે. જેમાં લેડી ડોક્ટરની જગ્યા ખાલી છે. આથી મોરબીના પાંચ તાલુકાઓમાંથી આવતી ગરીબ મહિલા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. જો કે આ હોસ્પિટલમાં અગત્યના ઇસીઝી મશીન છે પરંતુ તે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. જેથી આ મશીન યોગ્ય રીતે કામ કરતા નથી. જયારે સિવિલ હોસ્પિટલમાં દારૂડિયાઓનો પણ ભારે ત્રાસ છે. જે તમામ પ્રશ્ને જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat