મોરબીમાં તૂટેલા રોડ, ઉભરાતી ગટરના પ્રશ્નો ઉકેલાશે ? નાગરિકોનો સવાલ…….

મોરબી શહેરમાં મેઘાના વિરામ બાદ સતત પાલિકા કચેરીએ ઉભરાતી ગટર, રોડ રસ્તા સહિતના પ્રશ્નને લઈને નગરજનો નિયમિત કચેરીએ હલ્લાબોલ કરતા જોવા મળ્યા હતા તો પાલિકા કચેરીએ સમસ્યાઓના સુખદ સમાધાન માટેની ખાતરી આપી હતી જોકે પાલિકા કચેરી ભૂલી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણકે હજુ ઉભરાતી ગટર અને તૂટેલા રોડની સમસ્યા યથાવત જ છે. શહેરના સામાકાંઠે આવેલી રામકૃષ્ણનગર સોસાયટીમાં ઉભરાતી ગટર થી લત્તાવાસીઓ પરેશાન છે. છેલ્લા દસેક દિવસથી ભૂગર્ભ છલકાઈ જતા શોચાલયની કુંડીઓ છલકાવા લાગી છે અને ગંદા પાણી લોકોના ઘરોમાં ફરી રહયા છે. જેને લીધે આખો દિવસ નાગરિકોને દુષિત પાણી અને દુર્ગંધ સાથે દિવસ વિતાવવો પડે છે તે ઉપરાંત શહેરના પંચાસર રોડની હાલત પણ દયનીય બની છે. અતિ બિસ્માર બનેલા રોડ પરથી વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે પરંતુ હજુ સુધી આ રોડ રીપેર કરવાની ફુરસદ તંત્રને મળી હોય તેમ લાગતું નથી.

Comments
Loading...
WhatsApp chat