



મોરબી જિલ્લામાં બે દિવસથી અષાઢે અંબર વરસ્યા બાદ આજે મેઘરાજાએ વિરામ લીધો છે. વરસાદના વિરામ બાદ પણ હજુ લોકો પરશાની ભોગવી રહ્યા છે અને અનેક સ્થળે પાણી ભરાયા હોવાથી તેનો નિકાલ થયો નથી જેથી મોરબીવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં આજ રોજ મોરબીની ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે નગરપાલિકાના સભ્યો ચુંટણીલક્ષી કામગીરી માટે આવ્યા હતા પરંતુ ગર્લ્સ હાઈસ્કુલમાં જોતા જ તેમાં ઘૂંટણસમા પાણી ભર્યા છે જેથી કરીને પાલિકાના સભ્યોએ મામલતદારને જાણ કરતા મામલતદારે ફાલતું જવાબ આપતા કહ્યું હતું કે એમાં હું શું કરું તમે બાર બેસી જાવ આવા જવાબને પગલે નગરપાલિકાના કર્મચારીએ જણાવ્યું હતું કે જો જવાબદાર અધિકારી જ આવા જવાબ આપે તો અમે શું કરી શકીએ જેને પગલે ચુંટણીલક્ષી કામગીરી માટે આવેલા કમ્ચારીઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં બેસીને પોતાની ફરજ નિભાવી અને લોકોને પ્રશ્નનું નિરાકરણ કર્યું હતું. જો તંત્ર દ્વારા સ્કુલ માંથી પાણી કાઢવામાં નહિ આવે તો આવતીકાલે સ્કૂલ ખુલતા વિદ્યાર્થીનીઓને પણ પરેશાની ભોગવવી પડશે તે નક્કી છે.

