

જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં નાની વાવડી કબીરવાડી બાજુમાં આવેલ સતનામ પાર્ક ૨ જીતેશભાઈ મનસુખભાઇ વ્યાસના મકાનને તસ્કરો નિશાન બનાવ્યું છે.ઘરના નકુચા તોડી ઘરમાં રહેલ પેડલ સેટ,રુદ્રાક્ષ ઓમકાર,ચાંદીની ૨ લક્કી,ચાંદીના સાકળા,સોનાના દાણા,બેગ અને રૂપિયા 10 હજાર સહિતનો મુદામાલ ચોરી જતા સોસાયટીના રહેવાસીઓમાં ભય જોવા મળ્યો છે.મોરબી જીલ્લામાં તસ્કરોએ તરખાટ મચાવતા પોલીસની નિષ્ક્રિય કામગીરી સામે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે.છેલ્લા ધણા સમયથી મોરબી શહેર થતા જીલ્લા તસ્કરોએ બેફામ બન્યા છે અને પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.આ મામલે મકાન માલિક જીતેશભાઈએ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી છે પરંતું હજુ સુધી ઘટના સ્થળે પોલીસ પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે.