

જાણવા મળતી વિગત મુજબ ગતરાત્રીના મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ૧૦ દુકાનોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો.મહેન્દ્રનગર ચોકડી ખાતે આવેલ બજરંગ મોબાઈલ નામની દુકાનમાંથી તસ્કરો ૫ મોબાઈલ અને એસેસરીઝ મળી અંદાજે ૩૦૦૦ હજારનો મુદામાલ લઇ ગયા હતા અને ટેબલના તાળા તથા કોમ્પ્યુટર મોનીટર તોડી નાખ્યું હતું.તેમજ બાજુમાં આવેલ ક્રિષ્ના નાસ્તા હાઉસમાંથી ૧૫૦૦ અને તેમનું હાર્ડડિસ્ક ઉપાડી ગયા હતા,પાવર ઇલેક્ટ્રિક નામની દુકાનમાંથી ૨ થી ૫ હજાર કિમતની બેટરી,ઉમા એલ્યુમિનિયમમાંથી પરચુરણ રકમ તો પાબુટેક ઇલેક્ટ્રિક,ઉમા એલ્યુમિનિયમ,શિવ ટ્રેડીંગ નામની કરીયાણા અને પટેલ ઓઈલ એજન્સી માંથી કશું હાથ લાગ્યું ન હોતું.આ મામલે ધટના સ્થળ નજીક આવેલ બી.ડીવીઝન પોલીસમાં વેપારીઓ સવારે ૭:૩૦ વાગ્યે જાણ કરવા ગયા હતા છતા પણ ૯:૧૫ વાગ્યા સુધી પોલીસ ન પહોચતા વેપારીમાં રોષની લાગણી જોવા મળી હતી.પોલીસ સમયસર ન પહોચતા પોલીસના નાઈટ પેટ્રોલીગ પર સવાલ ઉભા થયા હતા.