

વર્ષ ૨૦૦૮ ની સાલમાં વાંકાનેરમાં ચોરી કરીને આરોપી નાસી ગયો હતો. મૂળ ધંધુકાનો રહેવાસી અને વર્ષ ૨૦૦૮ ની સાલમાં વાંકાનેર નજીકની સિરામિક ફેક્ટરીમાં મજુરી કરતો શખ્શ કાળું અલ્લારખા વોરા નામનો શખ્સ ૨૦૦૮ ની સાલમાં ચોરીના ગુન્હામાં પોલીસ ચોપડે ચડ્યા બાદ છેલ્લા કેટલાક વખતથી અમદાવાદ રહેવા ચાલ્યો ગયો હતો જે આરોપીને દબોચી લેવા જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એસઓજી ટીમના પીએસઆઈ આર.ટી.વ્યાસની ટીમના ફારૂકભાઈ, એપી જાડેજા અને ભરતસિંહ ડાભી સહિતની ટીમ અમદાવાદ પહોંચી હતી જ્યાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપી કાળું અલારખા નામના શખ્શને દબોચી લેવામાં સફળતા મળી છે જેને બુધવારે મોડી રાત્રે મોરબી લઇ આવવામાં આવ્યો હતો અને તેને કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે તેવી માહિતી એસઓજીના આધારભૂત સુત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે.