


મોરબી તાલુકામાં છેલ્લા ૩ દિવસથી તસ્કર ટોળકી સક્રિય બની છે.તાલુકાના જુદા-જુદા ગામોમાં ચોરી કરી હાહાકાર મચાવ્યો છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.મોરબી તાલુકાના અલ્ગ્ગ-અલગ ગામમાં ચોરી કરીને તસ્કરોએ પોલીસને પડકાર ફેક્યો છે.મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલ બંધુનગર ગામમાં મોડીરાત્રીના તસ્કરોએ છ દુકાનમાં ધામા નાખ્યા હતા જેમાં મધુરમ પ્રોવિઝન,બહુચર,દેવ ઇલેક્ટ્રિક,સીયારામ નાઈટ્રોજન સહિતની દુકાનોના શટર તસ્કરોએ ઉચકીયા હતા પરંતુ દુકાન માંથી મોટી મતાની ચોરી થયેલ નથી અને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલ નથી.