Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : નવજીવન વિદ્યાલયની બાળાઓ કલા મહાકુંભમાં જિલ્લામાં અવ્વલ

પ્રદેશ કક્ષાએ કરશે મોરબીનુ પ્રતિનિધિત્વ

ગુજરાત સરકારના રમત ગમે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમે અધિકારી કચેરી મોરબી આયોજિત કલા મહાકૂંભ મોરબી જિલ્લા કક્ષાની ગાયન, વાદન, નૃત્ય વિભાગની સ્પર્ધા ન્યુ એરા ગ્લોબલ સ્કુલ ખાતે યોજાઈ હતી

જેમાં નવજીવન વિદ્યાલયની બાળાઓ ગ્રુપ A (6 થી 14), ગ્રુપ B (15 થી 20) વયની સમૂહ લગ્નગીત સ્પર્ધામાં બંને વિભાગમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી આપણી ભુલાતી લગ્નગીતોની પરંપરાની યાદ તાજી કરી આ ટકે તેમના કલા ગુરુ તુષારભાઈ ત્રિવેદી તેમજ વિજેતા થયેલ બાળાઓને શાળાના કેમ્પસ ડિરેક્ટર ડી.બી. પાડલીયા અને આચાર્ય અતુલભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા અને વિજેતા બાળાઓને આગામી દિવસોમાં પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં આણંદ મુકામે પ્રથમ ક્રમાંક મેળવે તેવી શુભકામનાઓ પાઠવી હતી

Comments
Loading...
WhatsApp chat