

મોરબીના લખધીરપુર રોડ પર આજે ત્યજી દેવાયેલું નવજાત શિશુ મૃતહાલતમાં હોવાની માહિતીને આધારે તાલુકા પોલીસે સ્થળ પર દોડી જઈને વધુ તપાસ ચલાવી હતી. લખધીરપુર રોડ પરના એન્ટીક સિરામિક નજીકના કારખાના પાસે કેનાલ નજીકના રોડ પાસે તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં મળી આવ્યું છે. તાલુકા પોલીસે મૃત નવજાત શિશુને પીએમ માટે હોસ્પીટલે ખસેડી વધુ તપાસ ચલાવી છે તેમજ ગુન્હો નોંધવા માટે તજવીજ હાથ ધરી છે.