Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : મચ્છુ નદી ઉપર ફોરટ્રેક પુલ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

 

મોરબીએ ઉધોગનગરી તરીકે વિકાસ પામી છે અને દિન-પ્રતિદિન વાહનોની સંખ્યા વધતી જાય છે તો  મોરબીમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે ત્યારે મોરબી જીલ્લા વિશ્વ હિંદુ પરિષદના જીલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ મોરબી ભડિયાદ રોડથી લીલાપર રોડ મચ્છુ નદી ઉપર ફોરટ્રેક પુલ બનાવવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

ઔધોગિક નગરી મોરબીમાં દિવસે-દિવસે વાહનોની સંખ્યા વધતી વધવાને કારણે ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે ત્યારે મચ્છુ નદી પર ભડિયાદ રોડથી લીલાપર રોડને જોડતો ફોરટ્રેક પુલની જરૂરિયાત ઉભી થઇ છે.મોરબીમાં મોટાભાગના ઉધોગો સામાકાંઠે આવેલ છે અને અવર-જવર માટે આ પુલ બનાવવો ખુબ જરૂરી છે.

આ પુલ બનવાથી પેટ્રોલ-ડીઝલની બચત થશે અને અક્સમતોનું પ્રમાણ પણ ધટશે. અને લોકો સમયસર નિર્ધારિત સ્થળે પહોચી શકશે.તેમજ મોર્બીએ ધાર્મિક અને પ્રવાસન સ્થળ પણ છે જેથી આ પુલ બનવાથી નદી ઉપર સૌંદર્ય પણ વધશે.

Comments
Loading...
WhatsApp chat