



મોરબીના મહેન્દ્રનગર ગામના દેવપાર્ક સોસાયટીના રહેવાસી અમૃતભાઈ ગોવિંદભાઈ ભાલોડીયા (ઉ.વ.૪૦) એ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી બાપુ નામનો સહેરા ગામનો તાંત્રિક, સુનીલ નામનો શખ્શ અને અટીકા કારનો ચાલક એ ત્રણ શખ્શોએ તેની સાથે છેતરપીંડી આચરી છે. જેમાં સુનીલ નામનો શખ્શ તેના સંપર્કમાં હોય જેને તાંત્રિક વિધિ કરીને એક ના ડબલ કરી દેવાની લાલચ આપી ગઈકાલે રાત્રીના સમયે ઘૂટું ગામ નજીકના જય ખોડીયાર પીવીસી કારખાનાની ઓફિસમાં બોલાવ્યો હતો જ્યાં સુનીલ તેમજ તાંત્રિક અને અર્તિકા કારનો ચાલક એ ત્રણેય શખ્શો હાજર હતા જેને તાંત્રિક વિધિના બહાને તેને બોલાવીને ૫.૫૧ લાખની છેતરપીંડી કરી હતી અને ત્રણેય શખ્શો લાખોની રકમ લઈને નાસી ગયા છે જે મામલે ભોગ બનનાર પટેલ આધેડની ફરિયાદને આધારે તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

