મોરબીમાં શોપિંગ મોલની મનમાની સામે ચૅમ્બર ઓફ કોમર્સ પગલાં ભરશે

વેપારીઓને માલનો ભરાવો થતા પડે છે આર્થિક ફટકો

મોરબી શહેરમાં કંપનીઓના અધિકૃત વેપારીઓને ધંધામાં મુશ્કેલીઓ વધી રહી છે.મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝેના પ્રમુખ બેચર ઓથી અને ધીરુભાઈ ભોજાણી  જણાવ્યું હતું કે,  રાજકોટમાં આવેલા મોલને મોલમાં વહેંચવા પૂરતો માલ મળે છે, પરંતુ મોરબી શહેરમાં પોતાનો માલ સામાન લાવી પડતર કિંમત કરતા નીચા ભાવે વેચે છે. જેના કારણે મોરબીના વેપારીઓને આર્થિક રીતે ખોટ ઉભી થાય છે અને માલનું વેચાણ થતું નથી. ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં કામ કરતા સેલ્સમેન અને ડીલીવરીમેનોની રોજગારી છીનવાઈ જાય છે. આ અયોગ્ય નીતિને મોલના માલિકો બંધ નહીં કરે તો પગલાં ભરવામાં આવશે તેવી ચેમ્બર ઓફ કોમર્સે ચીમકી આપી છે.
Comments
Loading...
WhatsApp chat