જીએસટીના વિરોધમાં ચેમ્બર, માર્કેટિંગ યાર્ડ બંધમાં જોડાશે

માર્કેટિંગ યાર્ડના ૧૦૦ કમીશન એજન્ટો બંધ પાળશે

જીએસટીના વિરોધમાં આવતીકાલે તા. ૩૦ ના ભારતબંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં વિવિધ વેપારી સંગઠનો જોડીને બંધ પાળશે ત્યારે આ બંધમાં જોડાવવાનો નિર્ણય કરવા આજે ચેમ્બર ઓફ કોમર્સ મોરબીની બેઠક મળી હતી. કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી લાગુ કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે પરંતુ વેપારીઓ વિરોધ કરી રહ્યા છે જેથી બંધમાં જોડાવવા અંગે આજે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ચેમ્બરના ધીરૂભાઈ ભોજાણીની આગેવાનીમાં મળેલી બેઠકમાં વિવિધ ૨૮ એશો. ના હોદેદારો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જે તમામ શુક્રવારના બંધમાં ચેમ્બર જોડાશે તેવું નક્કી કરવામાં આવ્યું છે તે ઉપરાંત મોરબી માર્કેટિંગ યાર્ડના ૧૦૦ કમીશન એજન્ટ પણ જીએસટીના વિરોધમાં બંધ પાળશે તેવી માહિતી એશો.ના અગ્રણી રજનીકાંત બરાસરાએ આપી હતી તે ઉપરાંત મોરબી શહેર કોંગ્રેસ દ્વારા પણ વિરોધ નોંધાવવાની જાહેરાત કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat