



મોરબી જીલ્લામાં પડેલ સાંબેલાધાર વરસાદને પગલે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નીલેશ જેતપરિયા, કે.જી.કુંડારીયા અને પ્રફુલ દેત્રોજાએ મોરબી જીલ્લમાં વસતા ઉધોગપતિને સુચન કર્યું છે કે જે ઉદ્યોગપતિના ગામ વરસાદ કારણે અસરગ્રસ્ત હોય તે તેના ગામની તુરંત મુલાકાત લીએ અને ત્યાં કોઈ પણ જાતની મદદની જરુર હોય તો એસો.ને તુરંત જાણ કરે. જેથી જરુરી મદદ યુધ્ધના ધોરણે પહોંચાડી શકાય. અને મદદની જરુર ન હોય તો સબ સલામાતનો મેસેજ મોકલે.તેમજ વધુમાં જણાવ્યું હતું કે મોરબી જીલ્લા મા ટંકારા વિસ્તાર મા અતિવૃષ્ટ ના કારણે લોકો નું સ્થળાંતર કરેલ છે અને ત્યાં ફુડ પેકેટ દેવા માટે મોરબી સિરામીક એશોસીએસન ની ટીમ ને જવાનું પ્લાનીંગ છે જેમાં ગુંદી અને ગાંઠિયા તાત્કાલિક બનાવી શકે તે માટે પણ કોઇ નંબર હોય તો પણ જણાવશો.અને જે લોકોને સાથે જવું હોય તે સ્કાય મોલ ૧૧.૩૦ પહોચવા જણાવ્યું છે..

