



વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો સમીટના પ્રમોશન માટે કાર્યરત સીઈઓ સંદીપ પટેલ, સિરામિક એશો.ના પ્રમુખ કે.જી.કુંડારિયા, નીલેશભાઈ જેતપરિયા દ્વારા આજે તા. ૩ ના રોજ સાંજે ૦૭ : ૩૦ કલાકે અશોકા રોડ ન્યુ દિલ્હી ખાતે નેટવર્કિંગ ગેટટૂ ગેધરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માત્ર દેશના જ નહિ પરંતુ દુનિયાભરના મીડિયા સાથે વાર્તાલાપ કરીને વાઈબ્રન્ટ સિરામિકથી માહિતગાર કરવામાં આવશે. સમારોહના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રી પરષોતમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા તેમજ એક્ટર-સિંગર દેવાંગ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. વાઈબ્રન્ટ સિરામિકના પ્રમોશન માટે દુનિયાભરના મીડિયાને સંબોધન કરીને વાઈબ્રન્ટ સિરામિક એસ્ક્પો માં દુનિયાના દેશોના વેપારીઓ અને ઈમ્પોર્ટરો ને લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

