ઉધોગોને લગતા પ્રશ્નો બાબતે મોરબી ઉધોગકારોની ઉધોગ કમીશન સાથે બેઠક યોજાઈ

જીએસટી અમલવારીમાં થોડાજ દિવસો બાકી રહ્યા છે ત્યારે મોરબી ઉધોગને પડતી મુશ્કેલી અંગે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ઉધોગ કમીશન સાથે સિરામિક હોલમાં મીટીંગ યોજવામાં આવી હતી.આ મીટીંગમાં  મીઠા ઉધોગ,ધડીયાળ ઉધોગ,જમીન-મકાન,ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.મીટીંગ દરમિયાન ઉધોગોને લગતા પ્રશ્નો,મોરબીમાં નવા ઇન્વેસ્ટમેન્ટ સમયે જમીન સિવાયમાં રાજ્ય સરકાર ૧૦ વર્ષમાં ૭૦% રકમ પરત આપે તેવી સ્કીમ હતી પરંતુ હવે જીએસટી આવવાથી આ સ્કીમમાં હવે શું ફેરફાર થશે,નવલખી પોર્ટનો વિકાસ કરી પોર્ટ પર કન્ટેનરનું હેન્ડલિંગ ચાલુ કરવામાં આવે જેથી કરીને મોરબી ઉધોગને ફાયદો થાય,એન્ટી ડમ્પિંગ ડ્યુટી અને વેટ માફી યોજના વિશે ઉધોગ કમિશનર સુશ્રી મમતા વર્મા સાથે ચર્ચા કરવામાં આવી.તેમજ મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા અને કે.જી.કુંડારિયાએ મોરબી ન્યુઝ સાથે ટેલીફોનીક વાત-ચિત દરમિયાન જણાવ્યું હતું કે ઉધોગ કમિશનર સુશ્રી મમતા વર્માએ મોરબી ઉધોગના પ્રશ્નોના હકારાત્મક નિર્ણય લેવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat