મોરબીના સિરામિક ઉધોગને GST મામલે સાંસદ મોહન કુંડારિયાએ શું આપી ખાત્રી,જાણો?

આજ વહેલી સવારે મોરબી સિરામિક એસોશીએસન પ્રમુખ નીલેશ જેતપરિયા,કે.જી.કુંડારિયા સહિતના તમામ સભ્યો સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયાને રજૂઆત કરવા પહોચ્યા હતા.મોહનભાઈ કુંડારીયાએ ખાત્રી આપતા  જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જીએસટી બીલમાં સિરામિક પ્રોડક્ટને લક્ઝરી પ્રોડક્ટની કેટેગરીમાં એટલે કે ૨૮ ટકાના ટેક્ષ સ્લેબમાં મૂકી દેતા સિરામિક ઉદ્યોગ માટે નવી મુશ્કેલીઓ સર્જાઈ છે. કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાનમાં શૌચાલય બનાવવાનું જે મિશન છે તે દરેક શોચાલય તેમજ દરેક ઘરોમાં ટાઈલ્સની જરૂરિયાત રહેતી હોય છે જે સામાન્ય લોકો માટે જીવનજરૂરી પ્રોડક્ટ હોવા છતાં સરકારે તેને જીએસટીમાં લક્ઝરી ચીજના ૨૮ ટકા સ્લેબમાં સમાવી છે.આ મુદ્દે મોહનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે મોરબી સિરામિક એસોશીએસનની લાગણીને ધ્યાનમાં રાખીને દિલ્હી જઈને નાણા મંત્રી અરુણ જેટલી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરીને રજૂઆત કરી નિરાકરણ લાવવા પ્રયત્ન કરશે.મોરબી સિરામિક એસોશીએસન પ્રમુખ કે.જી.કુંડારિયાએ જણાવ્યું હતું કે મોરબી સિરામિક એસોશીએસન સાથે અન્યાય થયો છે તથા સુરત ટેક્સ્ટ ટાઈલ ઉધોગને GST સ્લેબમાં ૧૫% ટકા માંથી ૫% GST સ્લેબમાં મુકવામાં આવી છે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat