

આજે મોરબી સીરેમીક એસોસિએશન દ્વારા જીએસટી બાદ મરચન્ટ એકસપોટઁરને મુઝવતા પ્રશ્નો માટે સેમીનાર આયોજન કરવામાં આવ્યું હતું.જીએસટી બાદ એકસપોટઁ માટે ધણી બાબતો વિષે સ્પષ્ટ નથી અને એકસપોટઁરો મૂંઝાઈ છે કે એકસપોટઁ કંઈ રીતે કરવી ? આ માટે CGSTના ડે.કમિશનર મનીષકુમારએ ઉપસ્થિત રહીને યોગ્ય માગઁદશઁન આપ્યું હતું. તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિ અને એકસપોટઁરો હાજર રહ્યા હતા. આ સાથે પ્રમુખ કે.જી. કુંડારીયા, નિલેશ જેતપરીયા એ હાજર રહીને માગઁદશઁન આપ્યું હતું .