સિરામિક એસોસિએશન દ્વારા આવતીકાલથી કલેક્શન સેન્ટરનો પ્રારંભ

આવતીકાલથી બાપાસીતારામ ચોકમાં કીટા ની પાઉભાજીની બાજુમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં જરુરી સામાન જેમ કે જુના નવા કપડાં, ચોખા,તેલ,ખાંડ,બટેટા,ડુંગરી,મીઠું, વગેરે અહીં મોકલવા વિનંતી સંચાલક કલેક્ટર,કારીયા,સિરામીક એસોસિએશન,ધારાસભ્ય કાન્તીલાલ અમૃતિયા તથા ઉદ્યોગપતિ હરેશભાઈ ગાભવા તથા યોગી પટેલ 9879871116ને આ નંબર પર સંપર્ક કરી શકો છો જેને સેવામાં જોડાવુ હોય તે અહીં ફોન તે ફોનમાં સંપર્ક કરી જણાવે તેવું મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ કે.જી.કુંડારિયા,નીલેશ જેતપરિયા ને પ્રફુલ દેત્રોજા એ જણાવ્યું છે.

જેમાં આજે માળીયા વિસ્તારમાં પાણી હટી ગયું છે. જીવન વ્યવહાર પાટે ચડી ગયેલ છે. તેમાં લોકોને સામાન્ય જરુરી વસ્તુઓ જેવી કે કપડાં , ભાત, મગ, શાકભાજી, મરીમસાલા, રસોઈ ગેસ વિગેરેની જરુરીયાત ઉભી થઈ છે.આ માટે મોરબી સિરામિક એસો.ને નવિન અભિગમ અપનાવવાનું નક્કી કરેલ છે.જેમાં બાપા સીતારામ ચોક,રવાપર રોડ ઉપર કલેકશન સેન્ટર આવતી કાલે સવારે ૧૦.૦૦ વાગ્યે ખોલવામાં આવશે. આજુબાજુના લોકોને જેને ઉપરની વસ્તુઓ આપવી હશે તે ત્યાં જમા કરાવી શકશે.આ ઉપરાંત એક રીક્ષા ફેરવીને જાહેરાત કરવામાં આવશે. તેમજ આ કાયઁમાં અમારા ઉદ્યોગપતિ જોડાશે.

Comments
Loading...
WhatsApp chat