


એક્સાઈઝ અને ટેક્સ મળીને અગાઉ ૧૭.૭ ટકા જેટલો ટેક્ષ સિરામિક ઉદ્યોગપતિઓ દરેક પ્રોડક્ટ પર ચુકવતા હતા છતાં ચીન સાથેની સ્પર્ધામાં ટકી રહેવા માટે સરકાર તરફથી કોઈ રાહત કે પ્રોત્સાહન મળશે તેવી આશા સેવવામાં આવી હતી જોકે કેન્દ્ર સરકારે જીએસટી બીલમાં સિરામિક પ્રોડક્ટને લક્ઝરી પ્રોડક્ટની કેટેગરીમાં એટલે કે ૨૮ ટકાના ટેક્ષ સ્લેબમાં મૂકી દેતા સિરામિક ઉદ્યોગ માટે નવી મુશ્કેલીઓ સર્જાઈ છે. કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાનમાં શૌચાલય બનાવવાનું જે મિશન છે તે દરેક શોચાલય તેમજ દરેક ઘરોમાં ટાઈલ્સની જરૂરિયાત રહેતી હોય છે જે સામાન્ય લોકો માટે જીવનજરૂરી પ્રોડક્ટ હોવા છતાં સરકારે તેને જીએસટીમાં લક્ઝરી ચીજના ૨૮ ટકા સ્લેબમાં સમાવી છે.જે મુદ્દે આવતીકાલે મોરબી સિરામિક એસોસીએસનના પ્રમુખ નીલેશ જેતપરિયા,કે.જી કુંડારિયા અને પ્રફુલભાઈ દેત્રોજા તથા મોરબી સિરામિક એસોશીએસનના તમામ સભ્ય નવા બસ સ્ટેન્ડ સામે GST ધટાડવા મામલે વહેલી સવારે સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયાને લેખિતમાં રજૂઆત કરશે.