મોરબીના સિરામિક ઉદ્યોગપતિ બન્યા જાસુસ, લીસ્ટ વાયરલ કરનારને શોધી કાઢ્યો, VIDEO

મોરબી સિરામિક ઉદ્યોગને હચમચાવી નાખે તેવો કિસ્સો થોડા દિવસો પૂર્વે બન્યો હતો જેમાં ૭૫ સિરામિક ફેક્ટરીઓ આર્થિક રીતે કંગાળ બની હોય તેવા મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેવાયા હતા જે કૃત્ય કરનારને શોધવા માટે ઉદ્યોગપતિઓએ પોતાના કામધંધા છોડી જાસુસી કરી હતી જે સફળ થઇ છે અને આખરે મુખ્ય સુત્રધારને ઝડપી લેવાયો છે.

મોરબી સિરામિક ઉદ્યોગની ૭૫ ફેક્ટરીનું લીસ્ટ વાયરલ થયું હતું જેમાં આ કંપનીઓ આર્થિક રીતે વ્યવહાર યોગ્ય ના કરતી હોય અને આ ફેકટરીઓ સાથે વેપાર ના કરવાના મેસેજ વહેતા કરાયા હતા જેથી લીસ્ટમાં રહેલી કંપનીની પ્રતિષ્ઠા ખરડાઈ હતી જેથી આ લિસ્ટમાં ખોટી રીતે નામ આવેલી ફેક્ટરીઓનાં માલિક મનોજભાઈ, સાગરભાઈ, મૂકેશભાઈ, તથા ધર્મેન્દ્ર ભાઈ, સહિતના ઉદ્યોગકારો 4-5 દિવસથી પોતાનો કામધંધો છોડીને જાસુસની જેમ આં શખ્શને ઝડપી લેવા માટે કામે લાગ્યા હતા વળી એવી આશંકા પણ હતી કે આ લિસ્ટ બનાવનારા રો મટીરીયલ્સના સપ્લાયર હોઈ સકે છે પરંતુ કોણ છે તે સમજાતું ન હતું

જોકે ઉદ્યોગપતિ કમ જાસૂસોની આ ટીમે લીસ્ટનો ફોટો ઝૂમ કરતા પાછળના ભાગેથી કલુ મળી આવ્યો હતો અને ફોટાની ઝૂમ કરીને પ્રિન્ટ કાઢીને પાછળ છપાયેલ નામ જોવા માટે મેગનીફાયર ગ્લાસનોં ઉપયોગ કરતા પાછળના ભાગે એક મટીરીયલ એક્સપોર્ટ કરતી કંપનીનું નામ અને 4,90,000 ની રકમ પ્રિન્ટ થયેલી જોવા મળી હતી જેને પગલે આ કંપની પાસેથી મટીરીયલ્સ ઈમ્પોર્ટ કરતા ત્રણ વેપારીઓને શોધી કાઢયા હતા જોકે પ્રથમ બે વેપારીઓમાં કશું અજુગતું લાગ્યું ના હતું અને ત્રીજા વેપારીને પૂછતાં શરુઆતથી જ તે ગોળગોળ વાતો કરવા લાગ્યો હતો જેથી શંકા વધુ ઘેરાઈ હતી અને આખરે કાયદા અને પોલીસનો ડર બતાવતા તે પોપટની જેમ બોલવા માંડ્યો હતો જેમાં તેણે લિસ્ટ બનાવ્યું હોવાનું સ્વીકાર્યું હતું

કૈલાશભાઈ નામના વેપારી જે જેમસ્ટોન નામની પેઢી સાથે સંકળાયેલ છે અને પોતે આ લિસ્ટ બનાવ્યું હતું આ લિસ્ટ તેમણે જેમસ્ટોનના અન્ય પાર્ટનર અને મોરબીના અગ્રણી ઉદ્યોગકાર ભાણજીભાઈએ આ લિસ્ટ સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ સુખદેવભાઈને આપ્યું હતું અને ત્યાંથી વાઈરલ થયું હતું તેવી કબુલાત આપતો વિડીયો પણ ઉદ્યોગપતિઓએ બનાવી લીધો છે તેવી સમગ્ર માહિતી આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે. અને આ સમગ્ર પ્રકરણમાં ઝડપાયેલો સુત્રધાર પોતે નિર્દોષ હોવાનું પણ જણાવી રહ્યો છે જોકે આં મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી

Comments
Loading...
WhatsApp chat