



મોરબીનો સિરામિક ઉદ્યોગ તેની વૈશ્વિક ઉડાન ભરી રહ્યો છે અને સરહદોના સીમાડા વટાવી ઉદ્યોગ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ બન્યો છે જેમાં તાજેતરમાં ઈન્ડોનેશીયા ખાતેના એક્ઝહીબીશમાં મોરબીની સિરામિક પ્રોડક્ટનું ડિસ્પ્લેને સારો એવો પ્રતિસાદ મળ્યો છે
મોરબીના સિરામીક ઉધોગકારો વિશ્વભરમા પોતાની પ્રોડકટ પહોચાડવા માટે કટીબધ્ધ હોય તેમ વિશ્વના દરેક ખુણે થતા એકસીબીસનમા સ્ટોલ રાખી ને પોતાની આગવી ઓળખ ઉભી કરવા માટે પહોચે છે ત્યારે આગામી સમયમા ચાયનાને પણ પાછળ રાખી દેવાની તાકાત ધરાવતા આ ઉધોગકારો સમુહમા પ્રદર્શનમા પોતાની પ્રોડકટનુ ડીસ્પલે કરે છે ત્યારે ભારતના બીજા ઉધોગોએ પણ મોરબીના સિરામીક ઉધોગમાથી શીખવા જેવું છે તાજેતરમાં ઈન્ડોનેશીયા ખાતેના એક્ઝહીબીશનમાં મોરબીની સિરામિક પ્રોડક્ટનું ડિસ્પ્લેએ ધૂમ મચાવી હતી અને ઇન્ડોનેશીયામાં પણ મોરબીના સિરામિક ઉદ્યોગે ડંકો વગાડ્યો હતો



