Billboard ad 1150*250

મોરબીમાં પ્રદુષણની સમસ્યા ફાટીને ધુમાડે, તંત્રનું ભેદી મૌન

0 768

પીપળી ગામ પાસે વારંવાર સિરામિક કદડો ખેત તલાવડામાં ફેંકવામાં આવતો હોવાથી ગામના ખેડૂતો તથા જમીનોને ખુબ નુકશાની થાય છે. આ અંગે ગ્રામજનોએ અગાઉ પણ પોલ્યુશન કંટ્રોલ વિભાગને જાણ કરી હતી તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી આ પ્રકારનો કદડો ફેંકવાનું ચાલુ રહ્યું હતું. ગઈકાલે સવારમાં ફરીથી એક ટેન્કર દ્વારા આ કદડો ખેત તલાવડામાં ઠલવાયો હોવાનું ધ્યાનમાં આવતા ગામના સરપંચ પ્રવીણસિંહ તથા ઉપસરપંચ રોહિતભાઈ સહીતના ગ્રામજનોએ વોચ ગોઠવી હતી. તેવામાં બપોરના ૨ વાગ્યા આસપાસ સફેદ કદડો ઠાલવી રહેલું ટેન્કર (જીજે ૧૨ એક્સ ૦૨૧૫) ઝડપાઈ ગયું હતું. ગ્રામજનોએ આ અંગે ટેન્કર ચાલકની પૂછપરછ કરતા એફિલ વીટ્રીફાઈડ નામના કારખાનાનું ટેન્કર વીટ્રીફાઈડ ટાઈલ્સ ફેકટરીમાંથી નીકળતો કદડો ઠાલવવા આવ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું ગ્રામજનોએ આ અંગે જીપીસીબીના અધિકારીઓને ફોન કરી સ્થળ પર આવવા રજૂઆત કરતા અધિકારીઓએ નનૈયો ભણી દીધો હતો. જેથી ગ્રામજનોએ મોડી સાંજે રૂબરૂ જીપીસીબીની કચેરીએ જઈ ફરિયાદ આપી હતી ત્યારે હવે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ શું પગલા ભારે છે તે જોવાનું રહે છે.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat