



મોરબીની સિરામિક પ્રોડકટ દુર-દેશાંતર પહોચીને ધૂમ મચાવી રહી છે ત્યારે વિયેતનામમાં હો ચી મીન શહેર ખાતે યોજાયેલ એક્ઝિબિશનમાં મોરબીની પ્રોડકટો રજુ કરવામાં આવી હતી જેથી વિદેશી ગ્રાહકો પ્રભાવિત થયા હતા.
વિયેતનામના હો ચી મીન શહેર ખાતે બિલ્ડીગ મટીરીયલ્સ અંગે એક્ઝિબિશન યોજાયું હતું જેમાં મોરબીના સિરામીક ઉધોગ દ્વારા સ્ટોલ રાખી મોરબીને વિશ્વ કક્ષાએ ચમકાવવા માટે કમરકસી હતી.આગામી સમયમાં મોરબી વિશ્વનું પહેલા નંબરનું કલ્સ્ટર બનાવવા માટે યુવા ઉધોગકારો વિશ્વના દરેક દેશોમા જઇ મોરબીની સિરામીક પ્રોડકટને ત્યા લઇ જવા કટીબધ્ધ છે ત્યારે આગામી સમયમા મોરબી સિરામીક ક્ષેત્રે હરણફાળ ભરીને આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.
આ એક્ઝિબિશનમાં મોરબીના યુવા ઉધોગકારો સાથે મોરબી સિરામીક એસોશિએશનના હોદ્દેદારો નિલેશ જેતપરીયા(કેરાવિટ) , મુકેશભાઈ કુંડારીયા(સેગમ), વિજયભાઈ પટેલ(ફેવરિટ) સહિતના આગેવાનો પણ જોડાયેલ હતા.



