મોરબી સિરામિક ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ, ઉત્પાદનમાં ૩૦ ટકા સુધીનો કાપ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વાર્ષિક ટર્નઓવર ૪૨,૦૦૦ કરોડથી ઘટી ૩૦,૦૦૦ કરોડ થાય તેવી શક્યતા 

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મંદીનો સૌથી વધુ માર સહન કરવો પડશે  

        મોરબીમાં વિકસેલો સિરામિક ઉદ્યોગ દેશ દુનિયામાં વિખ્યાત બન્યો છે સરકારના ટેકા કે સહાય વિના આપબળે જ મોરબીના ઉદ્યોગ સાહસિકોએ સિરામિક ઉદ્યોગને વૈશ્વિક ઓળખ આપી છે જોકે હાલ સિરામિક ઉદ્યોગની સ્થિતિ સારી કહી સકાય તેવી નથી અને ઉદ્યોગ હાલ મંદીનો માર સહન કરી રહ્યો છે

        મોરબીનો સિરામિક ઉધોગ દેશના ટાઈલ્સ ઉત્પાદનનો ૯૦ ટકા હિસ્સો ધરાવે છે અને ચીન સાથે ઉદ્યોગ સીધી સ્પર્ધા કરે છે જોકે લાખો લોકોને રોજગારી આપનાર ઉદ્યોગ હાલ મંદીના ખપ્પરમાં હોમાયો છે અગાઉ પ્રદુષણના નામે કોલગેસ પ્રતિબંધ અને બાદમાં પ્રદુષણ મામલે ૪૦૦ કરોડથી વધુનો દંડ ફટકારાતા સિરામિક ઉદ્યોગને બેવડો ફટકો પડ્યો છે અને ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો છે સિરામિક ઉદ્યોગની મંદીની ભયંકર અસરો એના પરથી સમજી સકાય કે અગાઉ જ્યાં ૫૫૦૦ ટ્રકના લોડીંગ અને અનલોડિંગ માટે આવતા હતા ત્યાં હાલ ૩૦૦૦ ટ્રકો માંડ લોડીંગ અનલોડિંગ કરી રહ્યા છે તો નેચરલ ગેસ જે સિરામિક ઉદ્યોગમાં ઇંધણ તરીકે વપરાય છે તેના વપરાશમાં પણ ઘટાડો જોવા મળે છે અને અગાઉ કરતા હાલ સિરામિક એકમો ૨૫ થી ૩૦ ટકા જેટલો ગેસનો ઓછો વપરાશ કરે છે જે ઉત્પાદનમાં કાપ દર્શાવે છે તેમજ મોરબીમાં કાર્યરત ૮૫૦ જેટલી ફેકટરીઓ કેપેસીટીના માત્ર ૭૦ ટકા જેટલું જ ઉત્પાદન હાલ કરી રહી છે ઉદ્યોગ જગતના નિષ્ણાંતો પાસેથી મળતી માહિતી મુજબ ૩૫ ટકા જેટલી માંગ પણ સ્થાનિક માર્કેટમાં ઘટી હોય અને દેશના ગ્રામ્ય વિસ્તારોમાં સિરામિક ટાઈલ્સ પ્રોડક્ટની માંગ હાલ ૩૫ ટકા જેટલી ઘટવા પામી છે જેથી ઉદ્યોગ મંદીના વમળોમાં અટક્યો છે તો સિરામિક ઉદ્યોગ જેનું વાર્ષિક ટર્નઓવર ૪૨૦૦૦ કરોડ જેટલું હોય છે તે ચાલુ નાણાકીય વર્ષમાં ૩૦,૦૦૦ કરોડ સુધી સમેટાઈ સકે છે તેવી માહિતી પણ ઉદ્યોગ જગતના નિષ્ણાંતો પાસેથી મળી રહી છે

મોટી સંખ્યામાં શ્રમિકો થશે બેકાર :

        મોરબીનો સિરામિક ઉદ્યોગ લાખો લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી આપતો ઉદ્યોગ છે જેમાં દેશના મોટાભાગના રાજ્યના લાખો શ્રમિકો રોજગારી મેળવે છે જોકે આમ જ ઉત્પાદન કાપ અને મંદીનો માહોલ રહ્યો તો લાખો શ્રમિકો બેરોજગાર થશે

સિરામિક ઉદ્યોગમાં ભયંકર મંદી : સિરામિક એસો પ્રમુખ

        મોરબી વોલ ટાઈલ્સ એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા જણાવે છે કે સિરામિક ઉદ્યોગમાં હાલ ડોમેસ્ટિક માર્કેટમાં ૩૫ ટકા જેટલી ડીમાંડ ઘટી છે અને ફેકટરીઓ પણ તેની કેપેસીટીના ૭૦ ટકા જેટલું જ ઉત્પાદન કરે છે કુલ ઉત્પાદનમાં હાલ ૨૫ થી ૩૦ ટકાનો કાપ છે અને મંદીનો માહોલ આમ જ રહ્યો તો હજુ પણ ઉત્પાદન કાપ વધી સકે છે તેમ જણાવ્યું હતું

સિરામિક ફેકટરીમાં લોડીંગ-અનલોડિંગમાં ૪૦ ટકા મંદી : ટ્રાન્સપોર્ટ એસો પ્રમુખ

        મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો પ્રમુખ પ્રભાતભાઈ આહીર સાથે વાતચીત કરતા તેઓ જણાવે છે કે એક સમયે મોરબીમાં પ્રતિદિન ૫૫૦૦ થી ૬૦૦૦ જેટલી ટ્રકો લોડીંગ-અનલોડીંગ થતી હતી જયારે હાલની સ્થિતિએ ૩૦૦૦ થી ૩૫૦૦ ટ્રકો લોડીંગ-અનલોડીંગ થાય છે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના કામકાજમાં ૪૦ ટકા મંદી જોવા મળે છે જેથી ટ્રાન્સપોર્ટર પણ મુશ્કેલીમાં મુકાયા છે

Comments
Loading...
WhatsApp chat