મોરબીના સિરામિક ઉદ્યોગને રાજ્યમાં-રાજ્ય બહાર અનેક નોકરશાહી દ્વારા હેરાનગતિ

જીએસટી, તોલમાપ અધિકારી કરે છે વેપારીઓને કનડગત

મોરબીનો સિરામિક ઉદ્યોગ આજે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે અને ચીન સાથે સ્પર્ધા કરતા સિરામિક ઉદ્યોગપતિઓ વિદેશોમાં પણ સેમીનાર અને પ્રદર્શન થકી વેપારીઓને ખરીદી માટે આકર્ષી રહયા છે ત્યારે રાજ્યમાં અને રાજ્ય બહાર અધિકારીઓની કનડગતથી ઉદ્યોગ ચોતરફ પરેશાનીથી ઘેરાયેલો જોવા મળે છે

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સિરામિક ઉદ્યોગને અનેક સમસ્યાઓ નડી રહી છે જેમાં અન્ય રાજ્યમાં તોલમાપ વિભાગ એમઆરપી અને વજનના બહાના હેઠળ પેનલ્ટી લેવામાં આવે છે સિરામિક ટાઈલ્સ એકસરખી હોવાથી વજનનો પ્રશ્ન રહેતો નથી તો એમઆરપી દરેક રાજ્યમાં અલગ હોય જેથી બોક્સ પર રબ્બર સ્ટેમ્પ લગાવે છે તો અનેક રાજ્યમાં તોલમાપ અધિકારી કેસ કરીને વેપારીને હેરાન કરે છે

તો ઘરઆંગણે ગુજરાતમાં જીએસટી, ઇન્કમટેક્ષ તેમજ પર્યાવરણ સહિતના વિભાગો ફેક્ટરીમાં મુશ્કેલીઓ ઉભી કરે છે જેથી ઉદ્યોગને જીવંત રાખવા માટે નોકરશાહીને ખત્મ કરવાની જરૂરિયાત હોવાનું જણાવીને આ મામલે કેન્દ્ર અને ગુજરાતના મંત્રીઓને રજૂઆત કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat